આગામી ફિલ્મ માટે ટાઇગર શ્રોફે કર્યો ખતરનાક સ્ટંટ, જુઓ વીડિયો

December 5, 2018 1805

Description

બોલીવુડનો એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ પોતાની આગામી ફિલ્મનાં એક્શન સીન્સ માટે ઘણી જ મહેનત કરી રહ્યો છે. એક્શન સીન્સની તૈયારી માટે તે જીમમાં કલાકો સુધી મહેનત કરી રહ્યો છે અને પ્રેક્ટિસ કરી રહ્યો છે. ટાઇગર શ્રોફ પોતાની આગામી ફિલ્મ ‘સ્ટૂડેંટ ઑફ ધ યર-2’ અને ‘રેમ્બો’ માટે મહેનત કરી રહ્યો છે.

આ ફિલ્મમાં ટાઇગર શાનદાર એક્શન કરતો જોવા મળશે. ટાઇગરે આની એક ઝલક પોતાના એક વિડીયો દ્વારા આપી છે. તેણે ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જીમ ટ્રેનર સાથે છલાંગ લગાવી રહ્યો છે ટાઇગરે આ વિડીયો સાથે કેપ્શન આપ્યું છે કે, ‘પહેલાથી મજબૂત અનુભવ કરી રહ્યો છું.’

Leave Comments