જૈકલીન ફર્નાડિંસનો આ બેલે ડાન્સ જોઈને તમારા હોશ ઉડી જશે

March 13, 2019 2225

Description

જૈકલિન ફર્નાડિસ હાલ ભલે કોઈ ફિલ્મમાં નજર ન આવતી હોય પણ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. પોતાના વીડિયો ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં તેનો એક ડાન્સનો વીડિયો સામે આવ્યો છે જેને જોતા જ તમારા ઉડી જશે હોશ.

હાલમાં જ જૈકલિને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં જૈકલીન ખુબજ સુંદર લાગી રહી છે. જૈકલીનના બેલે મૂવ્સ એટલા શાર્પ છે કે તે એક એક્ટરથી વધારે પ્રોફેશનલ ડાન્સર લાગી રહી છે. હાલ આ વીડિયો ખુબજ ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 22 લાખથી વધારે વાર જોવાઈ ચુક્યો છે. જૂઓ આ ખાસ બેલે ડાન્સ જેને જોતા જ હોશ ઉડી જશે.

આ વીડિયોને જોતા એવું લાગી રહ્યુ છે કે કદાચ જૈકલિન પોતાના કોઈ આગામી પ્રોજેક્ટ માટે ડાન્સની શાર્પનેસ લાવી રહી છે. પહેલા જૈકલીને એકલાજ ડાન્સ કર્યો પણ પછી તેની પાછળ એક બીજી ડાન્સર પણ દેખાઈ રહી છે. જે કદાચ જૈકલિનની ડાન્સ કોચ છે. આ વીડિયોમાં કેપ્શનમાં જૈકલિને ઈશારો કર્યો છે કે તે કોઈ નવી શરૂઆત કરવા જઈ રહી છે. તેણે લખ્યુ છે કે જસ્ટ ધ બિગનિંગ.

જૈકલીને રેસ-3માં નજર આવી હતી. તે હવે કરણ જૌહરની ફિલ્મ ડ્રાઈવમાં નજરે ચડશે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. ફિલ્મમાં જૈકલિનની ઓપોઝિટ સુશાંત સિંહ રાજપૂત હશે,

Leave Comments