અભિનેતા સૈફ અલીખાનની વેબ સીરીઝ પર તાંડવ

January 18, 2021 1730

Description

સૈફઅલી ખાન અને ડિમ્પલ કાપડિયાની વેબસિરીઝ ‘તાંડવ’ શુક્રવારે રિલીઝ થઇ. જોકે તે સિરીઝને મુદ્દે વિવાદ શરૂ થઇ ચૂક્યા છે. ભાજપના વિધાનસભ્ય રામ કદમે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર નિશાન સાધતાં જણાવ્યું કે સૈફ ફરી એવી વેબસિરીઝનો ભાગ બન્યા છે કે જેમાં હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે દરેક વખતે વેબ સિરીઝ અને ફિલ્મોમાં હિંદુ દેવી દેવતાને અપમાનિત કરવાના પ્રયાસ શા માટે થઇ રહ્યા છે? વેબસિરીઝ તાંડવ તેનું તાજું ઉદાહરણ છે. સૈફઅલી ખાન ફરી એવી વેબસિરીઝ કે ફિલ્મનો હિસ્સો છે કે જે હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડે છે. તેમણે કહ્યું કે દિગ્દર્શક અલી અબ્બાસ જફરે વેબસિરીઝમાંથી ભગવાન શિવની મજાક ઊડી રહી છે તે ભાગ દૂર કરવો પડશે. એક્ટર જીશાન અયૂબે માફી માંગવી પડશે. જ્યાં સુધી જરૂરી પરિવર્તન ના થાય ત્યાં સુધી તાંડવ સિરીઝને બહિષ્કાર કરવામાં આવશે.

 

Leave Comments

News Publisher Detail