ગાયક સોનુ નિગમનો ચોંકાવનારો વીડિયો, બોલિવૂડમાં હડકંપ

June 19, 2020 965

Description

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા નેપોટિઝમ પર એક બાદ એક કલાકારો ખૂલીને બોલી રહ્યાં છે. ત્યારે જાણીતા ગાયક સોનુ નિગમે ગુરૂવારે ઇનસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમણે વીડિયોમાં કહ્યું છે કે હાલ તો ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. પરંતુ મ્યુઝિક ઇન્ડસ્ટ્રિમાં જે રીતે માફિયાઓ સક્રિય થયા છે. તે જોતા જ આવનારા સમયમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી પણ આત્મહત્યાના સમાચાર આવી શકે છે.

સાત મીનીટના આ વીડિયોમાં સોનુ નિગમે જણાવ્યું કે એક બે લોકોએ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર કબજો જમાવી દીધો છે. તેઓ નક્કી કરે છે કે કયા કલાકારને ગીત ગવડાવવાનું. આ સાથે જ સોનુ નિગમે ભારત ચીન વચ્ચે સેના ઘર્ષણમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી.

 

 

Leave Comments