સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી રિયાની NCBએ કરી ધરપકડ

September 8, 2020 335

Description

આખરે ડ્રગ કનેક્શન મામલે સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે એનસીબીએ રિયાને પૂછપરછ કરી. આ પછી રિયાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ હવે રિયાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. રિયાનો કોરોના ટેસ્ટ પણ કરવામાં હશે. રિયાનો ભાઈ શોવિક અને સુશાંતનો સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા પહેલાથી જ એનસીબીની કસ્ટડીમાં છે. આજે રિયાની શોવિક અને મિરાંડાની સામે બેસીને પૂછપરછ કરવામાં આવી છે.

રિયાની જ્યારે પૂછપરછ કરવામાં આવતી હતી ત્યારે મીડિયામાં અને ફેન્સમાં એવા કયાલ લગાવવામાં આવી રહ્યા હતા કે રિયાની ધરપકડ કરવામાં આવી શકે છે. ત્યારે હવે આખરે NCBએ ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. ત્યારે સુશાંતના લાખો ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને આ ઘડીનું સેલિબ્રેશન કરી રહ્યા છે.

Leave Comments