અમદાવાદના ચાર ટીનેજર્સે ‘બ્લેક આઇ’ નામની શોર્ટ ફિલ્મ બનાવી

July 17, 2020 3260

Description

આજે જ્યારે ટીનેજર્સ મોબાઇલ ગેમ્સ અને આઉટીંગ વગેરેમાં સમય બગાડતા હોય છે ત્યારે
અમદાવાદના ચાર ટીનેજર્સ 1, ક્રિશ પટેલ 2, નવ્યા પટેલ 3, આર્યન પટેલ અને 4 હ્દય અગ્રવાલે 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ પર ‘બ્લેક આઇ’ નામની એક સરસ મજાની શોર્ટ ફિલ્મ બનાવી છે.

આ ફિલ્મ બનાવવા માટે આ ટીનેજર્સોએ 2004માં અનુરાગ કશ્યપે બનાવેલી ફિલ્મ બ્લેક ફ્રાઇડે પરથી પ્રેરણા લીધી છે. આ સિવાય આ વિષય પર ફિલ્મ બનાવવા માટે ચારે યુવાનોએ સારૂ એવું રિસર્ચ અને મહેનત કરી છે. આ ફિલ્મના માધ્યમથી ચારે યુવાનોએ કમિશનર રાકેશ મારીયા અને તેમની ટીમે દાખવેલા અદ્રીતિય સાહસ અને કામગીરીને બિરદાવીનો પણ પ્રયાસ છે.

આ ફિલ્મ બનાવવા માટે થોડી ક્રિએટીવ ફ્રિડમ લેવામાં આવી છે અને આ ફિલ્મમાં રાકેશ મારીયાના પાત્રને DCP જાવેદ મલિક નામ આપવામાં આવ્યું છે જે પાત્રને પડદા પર ઉતાર્યું છે નવ્યા પટેલે. જ્યારે આર્યન પટેલે બાદશાહ ખાન અને હ્દય અગ્રવાલે ટાઇગર મેમણનો રોલ કર્યો છે.

પટેલ પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ ક્રિશ પટેલ દ્વારા બનાવવામાં આવી છે. જ્યારે આ ફિલ્મની સ્ટોરી આર્યન પટેલ દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનું એડીટીંગ નવ્યા પટેલ દ્વારા અને દિગ્દર્શન નવ્યા પટેલ અને આર્યન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. 18 મીનીટની આ ફિલ્મ 18 જુલાઇએ પટેલ પ્રોડક્શનની ઓફિશીયલ યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.

નોંધનીય છે કે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ઇશારે 12 માર્ચ, 1993માં ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં આતંકવાદીઓ દ્વારા એક જ દિવસમાં શ્રેણીબદ્ધ 12 વિસ્ફોટ કરવામાં આવ્યા હતા જેમાં 317 લોકોના મોત થયા હતા જ્યારે 1400 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આતંકવાદીઓ દ્વારા આ વિસ્ફોટ કરવા માટે RDXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

 

Leave Comments

News Publisher Detail