જુઓ, મોદી પર બનતી ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર

January 7, 2019 1610

Description

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝથઈ ચુક્યું છે. જેમાં વિવેક ઓબેરોય નિભાવી રહ્યો છે પીએમ નરેન્દ્ર મોદીનું કિરદાર..આ પોસ્ટરમાં એક ટેગલાઈન પણ છે જે છે દેશભક્તિ હી મેરી શક્તિ હૈ. આ પોસ્ટર્સ માં વિવેકનો જે પ્રમાણેનો મેકઓવર કરવામાં આવ્યો છે તે જોતા વિવેક હુબહુ પીએમ નરેન્દ્ર મોદી જેવો લાગે છે. આ ફિલ્મને ઓમંગ કુમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે સુરેશ ઓબેરોય અને સંદીપ સિંઘે. આ ફિલ્મ આ મહિને ફ્લોર પર જઈ રહી છે. લગભગ 3 વર્ષથી આ ફિલ્મની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ફિલ્મનું પોસ્ટર મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવિસ દ્વારા અનવેઈલ કરવામાં આવ્યું. ફિલ્મનો મોટો ભાગ ગુજરાતમાં શુટ કરવામાં આવશે. ફિલ્મની ટીમ દ્વારા જરુરી મંજૂરીઓ મેળવવામાં આવી અને ત્યારબાદ વિવેકના લુક પર કામ કરવામાં આવ્યું. ફિલ્મના પોસ્ટરને હિંદી-ઈંગ્લિશ સહિત 8 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું.

Leave Comments