ભારતના વેક્સિન અભિયાન પર WHO નિરીક્ષણ કરશે. જેમાં વેક્સિન રૂમ પર અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. તેમાં WHOના ડૉ. અમૂલ ભોસલેએ મુલાકાત લીધી છે. વેક્સિનેશન અંગે WHO અને સરકારમાં રિપોર્ટ કરશે.
ગુજરાતમાં 161 બૂથ પર કોરોનાની રસી અપાશે. જેમાં દરેક બૂથ પર 100 આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવશે. પ્રથમ દિવસે 16, 000 આરોગ્યકર્મીનું રસીકરણ થશે. તેમજ સરકારી સ્થળોએ રસીકરણ બૂથ ઉભા કરાયા છે.
દેશભરમાં આજથી કોરોના રસીકરણનો આરંભ થશે. જેમાં સવારે 10.30 કલાકે PM મોદી રસીકરણનું ઉદઘાટન કરશે. તેમાં દેશના 3006 સેન્ટર પર રસીકરણ થશે. તથા દેશના 3 લાખથી વધુ લોકોને રસી અપાશે. જેમાં રાજકોટમાં કોરોના રસીકરણની તૈયારી પુરજોશમાં શરૂ થઇ છે.
Leave Comments