ઇમરાન ખાન પૂર્વ વડાપ્રધાનના રેકોર્ડ તોડતા સારી રીતે શીખી ગયા

December 24, 2020 815

Description

પાડોશી દેશ પાકિસ્તાનમાં નયા પાકિસ્તાનના સુત્રથી બનેલી આ નવી સરકારના શાસનમાં એક કામ ખુબ સરસ થઇ રહ્યું છે અને એ છે રેકોર્ડ તોડવાનું. ઇમરાન ખાન પૂર્વ વડાપ્રધાનના રેકોર્ડ તોડતા સારી રીતે શીખી ગયા છે. ના, ના. કોઇ સારા કામને લઇને નહીં પરંતુ, પાકિસ્તાનની જનતાને મોંઘવારીના ડામ આપવાના રેકોર્ડ, ઇતિહાસમાં ક્યારેય ન પહોંચી હોય એ સ્તર સુધી મોંઘવારી પહોંચાડવાના રેકોર્ડ આ તમામ રેકોર્ડ ઇમરાન ખાનના નામે છે.

ભારતમાં પાંચ રૂપિયાની મોંઘવારી વધે તો આપણે હાહાકાર મચાવી દઈએ છીએ કે સરકાર દિવસેને દિવસે મોંઘવારી વધારી રહી છે. પણ શું તમે એવા દેશોને જાણો છો જ્યાં મોંઘવારી રાતો રાત પાંચ -દસ ટકા નહીં હજારો ટકામાં વધી ગઈ.

Leave Comments