મોરવા હડફ પેટાચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. બપોર થતાં જ મતદાન મથકો ખાલી થઈ ગયા છે. અત્યાર સુધી 23% જેટલું મતદાન થયું છે.
મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન 329 મતદાન મથકો પર 2,19,185 મતદાર કોરોનાના પગલે મતદાન મથકો પર વ્યવસ્થા 2.25 લાખ હેન્ડ ગ્લોવ્ઝ,39600 ડિસ્પોઝેબલ માસ્ક કોરોના સંક્રમિતો માટે 1260 પીપીઈ કીટની વ્યવસ્થા 400 થર્મલ ગન,3610 ફેસશિલ્ડની વ્યવસ્થા
પેટા ચૂંટણીના જનરલ ઓબઝર્વરને કોરોના થયો. મોરવા હડફના જનરલ ઓબઝર્વરને કોરોના થયો. હરપ્રિતસિંહ સેની થયા કોરોના સંક્રમિત. પોઝિટિવ આવતા હાલ હોમ ક્વોરોન્ટાઈન થયા.
મોરવા હડફ બેઠકની પેટાચૂંટણીના પડઘમ. આજથી શરૂ થશે ચૂંટણી પ્રચાર. ભાજપ અને કોંગ્રેસ કરશે ચૂંટણી પ્રચાર. કેબિનેટ મંત્રી ગણપત વસાવા સ્થાનિક અગ્રણીઓને મળશે. કોંગ્રેસ દ્વારા ઉમરદેવી ખાતે સંકલન બેઠકનુ આયોજન. પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડ અને નારણ રાઠવા ઉપસ્થિત રહેશે.
મોરવા હડફમાં ભાજપ ઉમેદવાર સામે વાંધા અરજી કરવામાં આવી. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ અરજી કરી છે. નિમિષા સુથાર સાચા અનુસૂચિત જનજાતિના ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. ઉમેદવારી પત્ર રદ્દ કરવાની લેખિત અરજી કરી છે.
મોરવા હડફ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. નિમિષા બેન સુથારને ભાજપે ટિકિટ આપી છે. અગાઉ મોરવા હડફથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસે સુરેશ કટારાને ટિકિટ આપી છે.
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું આશરે 80 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે.
પાલનપુર પાલિકાના પ્રમુખ તરીકે હેતલબેન રાવલને નિમવામાં આવ્યા. પાલનપુર પાલિકા ઉપપ્રમુખ તરીકે હસમુખ પઢીયાર. ડીસા પાલિકાના પ્રમુખ તરીકે રાજુ ઠક્કરની વરણી. ડીસા પાલકામાં ઉપપ્રમુખ તરીકે સવિતાબેન હરિયાણી.
ખેડા જિલ્લાની 5 નગરપાલિકામાં વરણી થઈ. નડીયાદ પાલિકા પ્રમુખ તરીકે રંજનબેન વાઘેલા નિમાયા. નડીયાદ પાલિકા ઉપપ્રમુખ તરીકે કિન્તુ દેસાઈની વરણી થઈ.
પંચાયતોની ચૂંટણીમાં હાર થતા રાજીનામું આપ્યું. અમિત ચાવડાનું રાજીનામું હાઈકમાન્ડે કર્યુ મંજૂર. માર્ચના અંત સુધીમાં નવા વિપક્ષી નેતા થશે જાહેર. અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું.
સાણંદ તા.પં.ની પીપલ બેઠક પર અપક્ષની જીત થઈ છે. વિજેત અપક્ષ ઉમેદવારનું ગઈકાલે જ થયું છે નિધન. અપક્ષ ઉમેદવાર લીલાબેન ઠાકોર થયા વિજેતા.
અત્યાર સુધીના પરિણામનું વિશ્લેષણ. ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. તો સાથે જે 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. જેમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે.
2018 © Sandesh.