અદભૂત જ્ઞાન ધરાવતી નાની બાળકીનો વીડિયો વાયરલ

September 8, 2019 1385

Description

તમને કદાચ તમારા વિસ્તારના ધારાસભ્ય અને સાંસદના નામ પણ યાદ નહીં હોય. પણ એક બાળકી એવી છે જેને પોતાના ગામના સરપંચથી લઇને વડાપ્રધાન અને દેશના ઘડવૈયાઓના નામ કળકળાટ મોઢે યાદ છે. રાજ્યમાં એક બાળકીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જેમાં દેશ દૂનિયાની માહિતી કળકળાટ બોલી રહી છે. એટલું જ નહીં બાળકીને પોતાના ગામના સરપંચથી લઇને દેશના વડાપ્રધાન સુધીના નામ મોઢે યાદ છે. એનાથી પણ આગળ જ્યારે તેને દેશનું રાષ્ટ્રગીત ગાવાનું કહેવામાં આવે ત્યારે પણ બાળકીની કોઠાસુઝના ગજબના દર્શન થાય છે.

બાઇક પર બેસેલી બાળકી રાષ્ટ્રગીત ગાવા માટે પોતાને નીચે ઉતારવા કહે છે. આમ બાઇક પરથી નીચે ઉતર્યા બાદ તે ઉભા રહી સલામી આપીને રાષ્ટ્રગીત ગાય છે. બાળકીનો આ વીડિયો રાજ્યના લાખો લોકો જોઇ ચુક્યા છે. ત્યારે બાળકીનો દેશપ્રેમ અને ગજબના જ્ઞાનને લઇને લોકો આફરિન પોકારી ઉઠ્યા છે.

Leave Comments