વડોદરામાં કારની પાછળની સીટથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો

May 15, 2019 965

Description

વડોદરામાં કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શહેરના ખોડીયારનગરના વુડાના મકાન પાસે કારની પાછળની સીટ પર યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કારની પાછળની સીટ પર હોવાથી અનેક શંકાઓ ઉઠી રહી છે.

બનાવની જાણ થતા હરણી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથધરી છે. જેમાં મૃતક યુવાન મૂળ રાજસ્થાનનો બલચન્દ્ર ઉર્ફે રમેશ ખટિક હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો યુવકનું હાર્ટએટેકથી મોત થયુ હોવાનું હરણી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave Comments