IT ઓફિસર દ્રારા અનૈતિક સંબંધની શંકાએ પત્નીની હત્યા

April 22, 2018 9995

Description

સાત ફેરા જેની સાથે ફર્યા, જન્મ-જન્મ સાથ નીભાવાનું વચન આપ્યું ત્યારે પતિ જ હત્યારો નીકળશે તેવું પત્નીને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય. વાત જાણે એમ છે કે વડોદરાના હરણી વિસ્તારમાં આઈટી ઓફિસર લોકેશ ચૌધરીએ પત્ની મુનેશની હત્યા કરીને તેની લાશ મકાનના ગાર્ડનમાં દાટી દીધી હતી.

આઈટી ઓફિસર પતિએ જયપુર હોસ્ટેલમાં રહેતી પત્નીને ફોન કરીને બોલાવી હતી. પત્ની ઘરે આવે તે પહેલા જ પતિએ તેની હત્યાનું પ્લાનીંગ કરીને રાખ્યું હતું અને મકાનના ગાર્ડનમાં ખાડો ખોદીને રાખ્યો હતો. પત્ની ઘરે આવ્યા બાદ પતિએ નિર્દયતાપૂર્વક ગળુ દબાવીને તેની હત્યા કરી લાશને દાટી દીધી હતી. એટલું જ નહીં જયપુરમાં મુનેશ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

આ બનાવની જયપુર પોલીસ અને વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે પતિની આગવી ઢબે પૂછપરછ કરતા પત્નીની હત્યાની કબુલાત કરી હતી. પોલીસે ગાર્ડનમાં 3 કલાકનાં ખોદકામ બાદ લાશ શોધી કાઢી હતી. આડાસંબંધમાં પતિએ પત્નીની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

Leave Comments

News Publisher Detail