વાઘોડિયા તાલુકાના તરસવા વસાહતમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું. નર્મદા કેનાલ ની pvc પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા દીવેલા તેમજ મકાઈના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું.
નર્મદા નીગમ દ્વારા ખેડૂતોના ખેતરોમાં પીવીસી પાઇપ નાખવામાં આવી છે. હાલ માવઠાના કારણે ખેડૂતોના પાક ને નુકસાન થવા પામ્યુ છે. બીજી બાજુ નર્મદા નીગમની બેદરકારીનો ભોગ ખેડૂતોને બનવાનો વારો આવ્યો છે. જગતનો તાત જાય તો કયાં જોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
Leave Comments