ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં વડોદરાના બે વ્યક્તિ ગુમ

March 16, 2019 2915

Description

ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં વડોદરાના બે વ્યક્તિ ગુમ થયા છે. મસ્જિદમાં નમાજ વખતે આતંકીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

જેમાં 49 લોકોના મોત નિપજ્યા. જ્યારે વડોદરાના રમીઝ વોરા અને આરીફ વોરા આ બંને વ્યક્તિઓ ગુમ થતા વડોદરામાં રહેતો તેનો પરિવાર ચિંતામાં મુકાયો છે.

આરીફ વોરા ન્યૂઝીલેન્ડમાં રહેતા પોતાના પૂત્રને મળવા ગયા હતા. જ્યાં તેઓ મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે ગયા હતા.

ત્યાં આતંકી હુમલો થતાં પિતા પૂત્ર બંને ગુમ થયા જેને લઈને પરિવારમાં ભારે ચિંતા વ્યાપી છે.

Leave Comments