વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આરોપીઓના નવા સ્કેચ જાહેર

December 2, 2019 1250

Description

વડોદરા પોલીસ સગીરા દુષ્કર્મ મામલે આરોપીઓને પકડવા ફાંફાં મારી રહી છે. બનાવને 3 દિવસ પુર્ણ થયા છતાં હજી પોલીસ સ્ક્રેચ બનાવવામાં પડી છે. પોલીસને આરોપીઓની કડી શુધ્ધાં મળી નથી.

પોલીસે ત્રીજીવાર આરોપીઓના સ્ક્રેચ બનાવ્યા. આરોપીઓને પકડવામાં પોલીસના નાકે દમ આવી ગયો છે. આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે. તો આરોપીઓની ધરપકડની વાત તો દુર રહી. સુરતની એજન્સી પાસે પોલીસે થ્રીડી સ્ક્રેચ બનાડાવ્યા છે.

પોલીસે અત્યાર સુધી 300 જેટલા શંકાસ્પદ લોકોની પુછપરછ કરી ચૂકી છે. વડોદરા દુષ્કર્મના આરોપીઓને પકડવામાં પોલીસને પરસેવો છૂટી ગયો છે.

Leave Comments