મુસ્કાને જમણો હાથ ગુમાવ્યો ન હારી હિંમત, હવે બનશે ડોકટર

October 27, 2018 2465

Description

સ્કુલ પ્રવાસ દરમિયાન પોતાનો જમણો હાથ ગુમાવ્યો પણ હિમ્મત ન હારી. વાત છે વડોદરાની મુસ્કાનની…જેણે હિંમત હાર્યા વગર મુશ્કેલીનો સામનો કરતી રહી. ડાબા હાથે લખવાની સાથે સારૂ પરિણામ પણ મેળવ્યું. પરંતુ વધુ અભ્યાસ માટે એ જ વસ્તુ સામે આવી જેના માટે તેણે આટલી મુશ્કેલી વેઠી.

મેડિકલ માટેની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ તેને એક હાથ નહીં હોવાને કારણે તેને એડમીશન આપવામાં ન આવ્યું. પરિવારે મુસ્કાનને ડોક્ટર બનાવવા માટે કાયદાનો સહારો.પરંતુ પરિવારને હાઇકોર્ટ તરફથી પણ નીરાશા સાંપડી.

અને છેવટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતાં પરિવારને હાશકારો મળ્યો. હવે મુસ્કાનનું ડૉક્ટર બનવાનું સપનું પુર્ણ થશે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક હાથ ના હોવો એ ડૉક્ટર બનવાનું કારણ ન હોઇ શકે.

 

Leave Comments