વડોદરાના માંજલપુર GIDCમાં કોર્પોરેશનની લાઈનમાં ભંગાણ

January 9, 2019 1745

Description

વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો હોવાનુ સામે આવ્યુ. વરસાદ પડતા પાણી ભરાયા હોય તેવા આ દ્રશ્યો માંજલપુર જીઆઇડીસી વિસ્તારના છે. માંજલપુર જીઆઇડીસી કોર્પોરેશનની લાઇનમાં ભંગાણ પડતા પાણીની રેલમછેલ જોવા મળી. પાણીની લાઇન તૂટતા 3 કંપનીમાં પાણી ઘુસ્યા. વળી માંજલપુરના રસ્તા પર તો ઘૂંટણસમા પાણી ભરાયા. પાણીની લાઇન લીકેજ થતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો.

Tags:

Leave Comments