વડોદરામાં તળાવના પાણી સોસાયટી વિસ્તારમાં ભરાયા

August 18, 2019 635

Description

કરજણનગર નવાબજાર વિસ્તારમાં આવેલ હીરાબાગ સોસાયટીમાં પાલિકાના અનઆવડત વહિવટના લીધે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેમાં સોસાયટીમાં ભરાયેલ વરસાદના પાણીના નિકાલની જગ્યાએ તળાવના પાણીનો નિકાલ સોસાયટીમાંથી કરવામાં આવ્યો છે.

જેને લઈ સ્થાનિકોને અવરજવર કરવું મુશ્કેલરૂપ સાબિત થઈ રહ્યું છે. હીરાબાગ સોસાયટીમાંથી ગ્રીનપાર્ક, જેદપાર્ક, રામદેવનગર જેવી સોસાયટીમાં જવાના રસ્તામાં તળાવના પાણી ભરાયા છે. એક બાજુ પાલિકાએ ઉલ્ટી ગંગા વહેવડાવી છે અને સ્થાનિક લોકો દ્વારા રજુઆતો કરવા છતાં તંત્ર ઘોરનિંદ્રામાં છે.

Leave Comments