અમેરિકામાં વડોદરાવાસીની જન્માષ્ટમી માટે આવી છે તૈયારીઓ

September 2, 2018 3380

Description

જન્માષ્ટમી પર્વને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જન્માષ્ટમીની ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવણી કરાય છે. અમેરિકાં રહેતા વડોદરાના રહેવાસી દર વર્ષે જન્માષ્ટમીની ઉજવણી કરે છે. અમેરિકામાં રહેતા વડોદરાના રહેવાસી અનુપ ઝવેરી દર વર્ષે જન્માષ્ટમી નિમિતે અલગ અલગ થીમ પર ઝુપડી બનાવે છે. જન્માષ્ટમી નિમિતે એનઆરઆઈ અનુપ ઝવેરી અમેરિકાથી ખાસ વડોદરા આવે છે. અનુપ ઝવેરીએ બનાવેલી ઝુપડી રાત્રે ભગવાન કૃષ્ણના જન્મ બાદ લોકો માટે ખુલ્લી મુકાય છે. આ વર્ષે પણ અનુપ ઝવેરીએ શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉચકતા હોય તે થીમ પર ઝુપડી બનાવી છે. વડોદરામાં ઝુપડી જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. ઝુપડીને લઈ લોકોમાં ખાસ ઉત્સાહ છે.

Leave Comments