વડોદરામાં પ્રોજેરિયા રોગની પીડિતાએ મહાકાલ સેનાના યુવાનોને બાંધી રાખડી

August 26, 2018 5945

Description

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. દરેક બહેન ઉલ્લાસથી પોતાના ભાઈને રાખડી બાંધે છે. ત્યારે વડોદરાના નંદેસરી ગામમા રહેતા અંજના પરમાર સામાન્ય છોકરીઓ કરતા ઘણી અલગ છે. આ યુવતી પ્રોજેરિયા નામના રોગથી પીડિત છે, જેના કારણે તેનું માથુ મોટુ થઈ ગયુ છે અને બધા બાળકો તેનાથી ડરતા હતા. ત્યારે મહાકાલ સેનાના યુવાનો આગળ આવ્યા અને તેમણે અંજનાબહેન પાસે રાખડી બંધાવી, જેના કારણે તેમને લઘુતાગ્રંથિનો સામનો ન કરવો પડે. આ ભાઈઓએ જ્યારે રાખડી બંધાવી ત્યારે અંજનાના ચહેરા પર અભૂતપૂર્વ સ્મિત હતુ.

Leave Comments