વડોદરા પોલીસનો વધુ એક ઉમદા માનવીય અભિગમ

August 13, 2019 665

Description

સામાન્ય રીતે છાશવારે ટીકાનો ભોગ બનતી વડોદરા પોલીસ પર હાલ પ્રશંષાના ફુલ વરસી રહ્યા છે. કારણ કે પૂરમાં વસુદેવ બનીને બાળકને બચાવનાર વડોદરા પોલીસે ફરી માનવતાને મહેકાવી એક બાળકની સારસંભાળ રાખી રહી છે.

વડોદરાના ગાજરાવાડીમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરતાં 8 વર્ષનું બાળક નોંધારુ બન્યું હતું. ત્યારે એસીપી એસજી પાટિલ સહિતના પોલીસકર્મીઓએ બાળકની જવાબદારી ઉપાડી ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે. પોલીસે બાળક માટે પોલીસ સ્ટેશનમાં જ રૂમ ફાળવ્યો છે. અને તેનું ભણતર ન બગડે તે માટે દરરોજ ભણાવી પણ રહી છે.

તો બાળકને આગામી 15 દિવસ સુધી શાળાએ લેવા મુકવા જવાની વ્યવસ્થા પણ પોલીસ કરશે. માતાની હત્યાના કેસમાં બંધ પિતાની અસર બાળકના ભવિષ્ય પર ન પડે તે માટે પોલીસના ઉમદા કાર્યને ચારેકોરથી લોકો બિરદાવી રહ્યા છે.

Leave Comments