વડોદરામાં વિવિધ માંગોને લઈ નર્સિંગના વિદ્યાર્થીઓની હડતાળ

July 18, 2019 755

Description

વડોદરામાં વિવિધ માંગોને લઈ નર્સિંગના વિદ્યાર્થીઓ હડતાળ પર છે. એસ.જી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, નરહરિ હોસ્પિટલ સહિતના નર્સિંગ સ્ટાફે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કર્યો છે.

કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ બંધ કરવાની માગને લઇને વિરોધ કર્યો છે. માંગ નહીં સ્વિકારાય તો 1 ઓગસ્ટે ગાંધીનગરમાં રેલીની ચીમકી ઉચ્ચારી છે. જોકે તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં નર્સ કાર્યરત છે.

Leave Comments