યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા સૂકી ભઠ્ઠ થઇ જતાં શ્રદ્ધાળુઓમાં કચવાટ

January 9, 2019 710

Description

વડોદરા જિલ્લા ડભોઈ તાલુકાના નર્મદા નદિ કિનારે આવેલ યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા સૂકી ભટ્ટ થઇ ગઇ છે. જેને લઇને ૧૫૦ જેટલા નાવિક પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. ચાંદોદ ગામને નાણમંત્રી અરૂણ જેટલીએ આદર્શ ગામ હેઠળ દત્તક લીધું છે. છતાં અહીં આવી પરિસ્થિતી સર્જાઇ છે.. હજી તો શિયાળો ચાલી રહ્યો છે. ત્યારે ઉનાળામાં તો વિકટ સ્થિતીના અંધાણ વર્તાઇ રહ્યાં છે.

શિયાળાના મધ્યામાં ચાંદોદના મહારવ ઘાટના 60 થી 70 પગથિયાં નર્મદા નદીના પાણીથી છલકાયેલા હોય છે પરંતુ આ વર્ષે આખી પરિસ્થિતિ જ અલગ છે પગથિયાં તો દૂર નર્મદા નદીમાં જ પાણી નથી જેને લઇ જેની નર્મદા જીવાદોરી છે તેવા નાવિક શ્રમજીવી મંડળના 150 જેટલા પરિવાર આર્થિક પરિસ્થિતિ સામે ઝઝુમી રહ્યા છે. તો અહીં ધાર્મિક વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ ઓછી થતા બ્રાહ્મણો પણ આર્થિક સંકટમાં આવી ગયા છે. નાવિક સંઘ મંડળના પ્રમુખ દ્વારા નર્મદા ડેમમાંથી પાણી છોડવા માટે સરકારને અનેક રજૂઆતો કરાઇ છે.. છતાં પરિસ્થિતી ઠેરની ઠેર છે.

Leave Comments