તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય પર સત્સંગીએ પાપલીલાનો લગાવ્યો ગંભીર આરોપ

February 19, 2020 1430

Description

વડોદરામાં તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયની પાપલીલાનો વધુ એક ભાંડો ફૂટ્યો છે. જેમાં પાખંડી પ્રશાંત સાથે રહેતી વધુ એક સત્સંગી બહાર આવી છે. તેણે ગુરુ ભક્તિમાં બે વખત ગર્ભપાત કરાવ્યાનો ખુલાસો કર્યો છે. ત્યારે પાંખડી ધુળેટીમાં કપડા બદલતી સત્સંગી મહિલાઓનું રેકોર્ડિંગ કરતો હતો. અને મહિલાઓને બ્લેકમેલ કરવા હાથ પર બ્લેડ મારતો હતો.

હાથમાં બ્લેડ મારેલા લોહી વાળા ફોટા મહિલાઓને મોકલતો હતો. ત્યારે તાંત્રિક પર છેતરપીંડીનો અને અપહરણનો ગુનો પહેલેથી જ લાગેલો છે. જેમાં હવે સત્સંગીએ પાંખડી પર પાપલીલાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ત્યારે આર્થિક સ્થિતી સદ્ધર કરવાનું કહીને આ પાખંડી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો.

એક વેપારીએ પોતાની સાથે થયેલી છેતરપીંડીની ફરિયાદ બાદ તાંત્રિકના એક બાદ એક પાપ સામે આવી રહ્યાં છે. પાંખડી તાંત્રિક હાલ ફરાર છે. જેને પોલીસ શોધી રહી છે.

 

Leave Comments