વડોદરામાં પતંગની દોરીથી મોપેડ ચાલક ઈજાગ્રસ્ત

January 10, 2019 275

Description

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. પરંતુ ધારદાર માંજો બન્યો છે પ્રાણઘાતક. અમદાવાદમાં એક યુવકના મોત બાદ વડોદરામાં મોપેડ ચાલકને કપાળે દોરી વાગતા ઘાયલ થયો. વડોદરાના જેતલપુર બ્રિજ પર આ ઘટના બની. મોપેડ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. બ્રિજના વીજ થાંભલા પર તારની આડશ મૂકવા લોકોએ માગ કરી છે.

અગાઉ સુરતમાં પણ વરાછા બ્રિજ પર બાઇકસવારનુ દોરીને કારણે ગળુ કપાતા સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવકનુ મોત નીપજ્યુ હતુ.

મહત્વનુ છે કે રાજ્યમાં મોટા શહેરોમાં ચાઈનીઝ દોરી અને કાચના માજાંવાળી દોરીઓ પર પ્રતિબંધ હોવા છતાં હજુ પતંગના શોખીનો આવી ઘાતક દોરીઓનો ઉપયોગ કરે છે. ત્યારે ઉત્તરાયણમાં દ્વિ ચક્રી વાહન ચાલકો દ્વારા સાવધાની રાખવી જરૂરી નીવડે છે. સાવધાનીના ભાગ રૂપે. વાહન ચલાવતી વખતે સચેત રહો. બાળકોને કારના રૂફટોપથી બહાર ન નીકળવા દો. બાળકોને ટુ વ્હીલરમાં આગળ ન બેસડો, રૂમાલ કે મફલરથી ગળાને ઢાકો, પુર ઝડપે વાહન ન હાંકો તથા ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરો.

Leave Comments