વડોદરાથી માસ્ટર કરવા અમેરિકા ગયેલી માયુસી એક મહિનાથી લાપતા

June 2, 2019 845

Description

રાજ્યમાં ઉચ્ચ ડિગ્રી માટે વિદેશ જવાની ઘેલછા વધી રહી છે. ત્યારે વડોદરાથી માસ્ટર કરવા અમેરિકા ગયેલી માયુસી છેલ્લા એક મહિનાથી લાપતા થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. માયુસી સ્ટુડન્ટ વિઝા મેળવીને ઇલેક્ટ્રીકમાં માસ્ટર કરવા 2016માં અમેરિકા ગઇ હતી. ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે એડમીશન લીધુ હતુ. પરંતુ 29 એપ્રિલે રહસ્યમય રીતે ગુમ થઇ જતા આજદિન સુધી કોઇ પત્તો મળ્યો નથી.

આ અંગે ન્યૂ જર્સી સીટીના પોલીસ સ્ટેશનમાં 1મેના રોજ ફરિયાદ નોંધાઇ પરંતુ પોલીસ માયુસીની ભાળ મળી નથી. માયુસીનો પરિવાર વડોદરાના પાણીગેટ પાણીની ટાંકીની પાસે આવેલા ઓમનગર ખાતે રહે છે. વિકાસભાઇ ભગતની દિકરી માયુષી વાઘોડિયા રોડ ઉપર આવેલી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ પૂરો કર્યા બાદ પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમાં કર્યું હતું.

Leave Comments