અભ્યાસઅર્થે અમેરિકા ગયેલી વડોદરાની માયુશી એક મહિનાથી ગુમ

June 3, 2019 3530

Description

રાજ્યમાં ઉચ્ચ ડિગ્રી માટે વિદેશ જવાની ઘેલછા વધી રહી છે. ત્યારે વડોદરાથી માસ્ટર કરવા અમેરિકા ગયેલી માયુશી છેલ્લા એક મહિનાથી લાપતા થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે.

માયુશી સ્ટુડન્ટ વિઝા મેળવીને ઇલેક્ટ્રોનિક્સમાં માસ્ટર કરવા 2016માં અમેરિકા ગઇ હતી. ન્યૂ યોર્ક ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે એડમીશન લીધુ હતુ.

પરંતુ 29 એપ્રિલે રહસ્યમય રીતે ગુમ થઇ જતા આજદિન સુધી કોઇ પત્તો મળ્યો નથી. આ અંગે ન્યૂ જર્સી સીટીના પોલીસ સ્ટેશનમાં 1લીમેના રોજ ફરિયાદ નોંધાઇ પરંતુ માયુશીની ભાળ મળી નથી.

માયુશીનો પરિવાર વડોદરાના પાણીગેટ પાણીની ટાંકીની પાસે આવેલા ઓમનગર ખાતે રહે છે. માયુશીએ વાઘોડિયા રોડ ઉપર આવેલી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ પૂરો કર્યા બાદ પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા કર્યું હતું.

Leave Comments