વાઘોડિયાના વેજલપુર ગામે માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન

November 8, 2019 815

Description

વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામે માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોનો કપાસો પાક બળી ગયો તેમજ જીંડવા પણ સુકાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. પહેલા અતિવૃષ્ટિ અને હવે માવઠાને કારણે ખેડૂતોનો બાકી બચેલો પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

કમોસમી વરસાદને કારણે વેજલપુર આસપાસના તવરા, આકડીયા પુરા, પાટીયા પુરા, રામેશ્વર પુરા, મઢેલી સહિતના ગામોના 700 થી 800 એકર જમીનમાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. જેને કારણે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યાં છે.

Leave Comments