વડોદરામાં પત્નીએ પતિને એક કિડની આપી જીવ બચાવ્યો

August 13, 2019 1115

Description

વડોદરાના મોટા ફોફળિયા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 22 વર્ષથી નિલેશભાઈ શાહ ફરજ બજાવે છે. ડો.નિલેશભાઈ શાહને 2007માં ખબર પડી કે તેમની બંને કિડની ફેલ છે. તો દોઢ વર્ષથી ડાયાલીસસ કરાવવા વડોદરા આવવું પડતું.  અને ઓપીડી સાચવવાની, દર્દીઓની સારવાર કરવાની, અને અન્ય કામો પણ કરતા.

જે કારણે તેમની પત્ની શિલ્પાબેને વિચાર્યું કે મારા પતિનો જીવ બચે તો તે ગામડાના હજારો દર્દીઓની સારવાર કરી શકશે. આ ઉચ્ચ વિચારથી પત્ની શિલ્પાબેને તેમની એક કિડની પતિ ડો.નિલેશભાઈને ડોનેટ કરી.

આજે પણ ડૉક્ટર અને તેમના પત્ની સુખમય આનંદથી તેમના પરિવાર સાથે જીવન જીવી રહયા છે. અને ડોક્ટર તેમની ફરજ બજાવતા દર્દીઓની સારવાર કરી રહયા છે. ડોક્ટર અને તેમના પત્નીએ લોકોને ઓર્ગન ડોનેશન કરવાની પણ અપીલ કરી.

Leave Comments