પોલીસના ભયથી બુટલેગરે નદીમાં ઝંપલાવતા મોત

November 4, 2018 1610

Description

ગઈકાલે વડોદરા ના પોઇચા રંગસેતુ પુલ ઉપરથી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાંન્ચ દ્વારા બાતમીના આધારે GJ -16-BK-3335 નંબરની એસ ક્રોસ ગાડી 416 નંગ વિદેશીદારૂ બોટલ સાથે 1 ને ઝડપી પાડ્યો હતો વધુ 1 આરોપી ફરાર જાહેર કર્યો હતો. વિદેશી દારૂના 1,66,400 અને ગાડીના 5,00,000 કુલ અને મોબાઈલ ના મળી કુલ મુદામાલ 6,66,900 જપ્ત કરેલ છે.

ફરાર આરોપી ઇમરાન શેખની લાશ આજ રોજ પુલની નીચે નર્મદા નદીના પાણી માંથી મળી આવી.  સ્થાનિકોનું કહેવું છે પોલીસ પાછળ દોડેલ પકડાઈ જવાના ભયથી આરોપીએ પુલ ઉપરથી છલાંગ લગાવી દીધેલ હતી. ઘટનાની જાણ શિનોર પોલીસ ને થતા ઘટના સ્થળે પોહચી હતી. અને લાશને PM માટે મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય ખાતે લઇ જવાઈ હતી. શિનોર પોલીસે મૃતકના સગાવાલાની શોધખોળ ચાલુ છે.

Leave Comments