વડોદરામાં નિર્માણાધીન બિલ્ડીંગથી ક્રેઈન પડી, બે લોકો ઘાયલ

January 9, 2019 605

Description

વડોદરાના હરણી રોડ પાસે વિજયનગરમાં ક્રેઈન પડવાની ઘટના સામે આવી છે. જેના કારણે બે લોકો ઘાયલ થયા છે. શુકન અરોમા નામની નિર્માણધિન સાઈટમાં ક્રેઈન પડતા અકસ્માત સર્જાયો. આ ક્રેઈન મુખ્ય માર્ગ પર પડતા બે વાહન ચાલકોને ઈજા પહોચી હતી. જેમને સારવાર અર્થે ખસેડાયા છે. ક્રેઈન પડતાથી સાથે જ મોટો અવાજ થયો હતો. જેને કારણે નાસભાગ મચી અને લોકોમાં ભય ફેલાયો હતો. વારસિયા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી કાર્યવાહી હાથ ધરી છે.

Leave Comments