આજે 6 મનપાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે ભાજપ સાથે સાથે કોંગ્રેસ પણ પોતાની જીત નોંધાવી રહ્યું છે. વડોદરામાં વોર્ડ 1માં કોંગ્રેસની જીત થઈ ચૂકી છે.
ગુજરાતમાં કોરોના ફરી વકરતો જઈ રહ્યો છે. કોરોનાના કેસમાં દિવસે દિવસે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના વધુ 515 કેસ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 405 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ 2, 64, 969 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4413 પર પહોંચ્યો છે. […]
ગુજરાતના ક્રાઇમ રેટમાં વધારો થયો છે. જેમાં હત્યા, આત્મહત્યા, ચોરી, લૂંટના કેસ વધ્યા છે. તેમાં વિધાનસભામાં સરકારે આંકડા રજૂ કર્યા છે. જેમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ક્રાઇમ રેટ હાઈ લેવલે છે. તથા રોજ હત્યા બની રહી છે.
વડોદરામાં સામૂહિક આપઘાતમાં નવો વળાંક આવ્યો છે. જેમાં પોલીસને સોની પરિવારની સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં પરિવારના પુત્ર ભાવિનનું નિવેદન નોંધ્યું છે. તેમાં મેજિસ્ટ્રેટની હાજરીમાં નિવેદન લેવાયા છે. જેમાં આપઘાત કરવા મજબૂર કરનાર સામે ગુનો નોધાશે. જેમાં જ્યોતિષિઓના કારણે આર્થિક સ્થિતિ બગડી છે.
વડોદરામાં સામૂહિક આપઘાત મામલે પોલીસે પુત્ર ભાવિનનું નિવેદન નોંધયું છે. મેજિસ્ટ્રેટની હાજરીમાં લેવાયું નિવેદન. આપઘાત કરવા મજબૂર કરનાર સામે નોધાશે ગુનો. જ્યોતિષિઓના કારણે આર્થિક સ્થિતિ બગડી છે. કેટલાક જ્યોતિષીઓ પોલીસના રડારમાં છે.
રાજ્યમાં શાળાઓ શરૂ થતાની સાથે જ કોરોનાએ માથું ઊંચક્યું છે. સુરત, વડોદરા અને નવસારીમાં કોરોના સંક્રમણ સામે આવ્યું છે.
કેન્દ્ર સરકારે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ જાહેર કર્યો છે. ટોપ 10માં અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ કરાયો છે. નાના શહેરોમાં ગાંધીનગર પણ રહેવા માટે સારૂં છે. બેંગલુરૂ, પુણે રહેવા માટે સૌથી સારૂં શહેર છે. નાના શહેરોમાં શિમલા સૌથી સારૂં શહેર છે.
2018 © Sandesh.
Leave Comments