વડોદરામાં BCAના પૂર્વ ક્રિકેટર અને NRI રહસ્યમય સંજોગોમાં ગુમ

November 29, 2018 1595

Description

વડોદરા આવેલા BCAના પૂર્વ ક્રિકેટર અને NRI મિત્તલ સરૈયા ગુમ થયાના 24 કલાક બાદ પણ તેમનો કોઇ જ પત્તો નથી. બુધવારે મિત્તલ સરૈયા 900 અમેરિકન ડોલર લઇને એક્સચેન્જ કરાવવા માટે નીકળ્યા હતા. મુક્તાનંદથી રિક્ષામાં મેન્ટલ હોસ્પિટલ તરફ ગયા પછી તેમનો કોઇ જ પત્તો નથી.

તેમણે છેલ્લે તેમના માતા-પિતા સાથે ફોન પર વાત કરી અને ચાલતો આવું છું તેવું કહ્યું હતું. ત્યાર બાદથી તેઓ લાપતા છે. એક સપ્તાહ માટે જ તેઓ ભારત આવ્યા હતા. ત્યારે ગુમ NRIને શોધવા માટે પોલીસની 6 ટીમો સક્રિય થઇ છે. ફોનનું સીમકાર્ડ વિદેશી હોવાથી લોકેશન ટ્રેસ કરી શકાયુ નથી. હાલ મિત્તલ સરૈયાને શોધવા માટે પોલીસ સક્રિય બની છે.

Leave Comments