અરૂણ જેટલીની વડોદરાથી ચૂંટણી લડવાની ઉત્સુક્તા

March 18, 2019 965

Description

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ વડોદરાથી ચૂંટણી લડવાની ઉત્સુકતા દર્શાવી છે. અરુણ જેટલીની ઉત્સુકતાથી પાર્ટીમાં આશ્ચર્ય થયુ છે. અરુણ જેટલી રાજ્યસભામાં ભાજપના નેતા છે.

વડોદરામાં કરનાલી ગામ તેમણે વિકાસ માટે દત્તક લીધુ છે. મહત્વનુ છે કે લોકસભાની ચૂંટણીને લઇને મૂરતિયાઓની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા બાદ સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડની રવિવારે બેઠક મળી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના રાજ્ય એકમના ચૂંટણી પ્રભારી ઓમ માથુર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના દિગ્ગજોએ 11 લોકસભા બેઠકોના નિરીક્ષકો સાથે દાવેદારોના નામોની ચર્ચા કરી હતી. મંગળવાર સુધી ચાલનારી સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ રાજ્ય ચૂંટણી સમિતિ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને રિપોર્ટ સોંપશે.

Leave Comments