ન્યુઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલામાં ગુજરાતના યુવાનનું મોત

March 16, 2019 2705

Description

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ નજીકની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં સુરત જિલ્લાના રહેવાસી એવા બે યુવકોના મોત થતાં સ્થાનિક મુસ્લિમ સમાજમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. મૃતકો પૈકી લુહારાના રહેવાસી હાફીઝ મુસા પટેલ તો મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતાં હતાં. મોડી સાંજે નમાજ વેળા આ જાહેરાત થતાં જ સમાજમાં શોકની કાલિમા પ્રસરી ગઇ હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમણે, ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આવેલ બે મસ્જિદ પૈકી અલનુર મસ્જિદ તેમજ લોટાકા મસ્જિદમાં થયેલી આતંકી હુમલાએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યું છે. ચાલુ નમાજ દરમિયાન આતંકીઓ દ્વારા ટ્વીટર એફ-બી ઉપર લાઇવ રેકોર્ડિંગ સાથે કરેલા અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Leave Comments