સુરતમાં ફેફસામાં ફાઈબ્રોસિસની સમસ્યાના કેસમાં સતત વધારો

October 18, 2020 1715

Description

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. કોરોનાને માત આપી સાજા થયેલા લોકોના ફેફસામાં ફાઈબ્રોસિસની સમસ્યાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સમસ્યાને પગલે ફેફસા ધીમેધીમે કઠણ થઈ જતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અને શ્વાસ ન લઈ શકવાની સ્થિતિમાં દર્દીને લાંબા સમય સુધી ઓક્સિજન પર જ આશ્રિત રહેવું પડે છે. એટલું જ નહીં ફેફસામાં ફાઈબ્રોસિસનું સંક્રમણ આજીવન પણ રહી શકે છે. જે નાગરિકોની ઉંમર 40 વર્ષ કે તેથી વધુ હોય અને સિટી સ્કેનમાં 40 ટકાથી વધુ કોરોનાનો રિપોર્ટ આવ્યો હોય તેવા દર્દીઓના ફેફસામાં ફાઈબ્રોસિસ થવાની શક્યતાઓ સૌથી વધુ રહેલી છે. જે ચિંતાનો વિષય છે.

Leave Comments