સુરતના વેડ ગામે બે દારૂડિયા વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

May 15, 2019 1280

Description

સુરતના વેડ ગામે બે દારૂડિયા વચ્ચે મારામારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક દારૂડિયાએ બીજા દારૂડિયાને લાકડાના ફટકાથી મારમારી જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દારૂડિયાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

બનાવની જાણ થતા ચોક બજાર પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી. તો દારૂડિયાની મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો વેપલો વધ્યો હોવાથી રોજ મારામારીના દ્રશ્યો સર્જાઈ છે. ત્યારે આ મામલે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યાં છે.

Leave Comments