વિ઼ડીયો વાયરલ : સુરતમાં સ્કૂલવાનમાં જાનવરની જેમ બાળકો ભર્યા

October 9, 2019 725

Description

ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી સ્કુલવાનમાં ઘેટાં બકરાંની જેમ બાળકો બેસાડવાનો સુરતનો વિડીયો વાયરલ થયો. સ્કુલવાનમાં 20 થી વધુ વિધાર્થીઓ બેસાડીને જતાં સ્કુલવાનને લોકોએ અટકાવી દીધી. અને ચાલકનો ઉધડો લઇ લીધો.

સ્કુલવાનની આગળની સીટમાં જ 4 બાળકોને બેસાડયા હતા. હપ્તાખોર તંત્રના રાજમાં લોકોના જીવની કોઇ કિંમત નથી. પોતાના ખિસ્સા ભરવા માટે લાંચિયા અધિકારીઓ કંઇપણ કરી છૂટવા તૈયાર હોય છે. 20 બાળકો ભરીને જતી સ્કુલવાન લોકોને દેખાઇ. તો શું આ વાન પોલીસને દેખાઇ નહી હોય.

પોલીસને કે કાયદાને ઘોળીને પી જનાર સ્કુલવાન ચાલકની હિંમતને દાદ દેવી પડે કે ભરબજારે સ્કુલવાનમાં 20 બાળકો ભરીને જતો હોય તો પણ પોલીસ લાચાર બનીને મુક પ્રેક્ષકની જેમ જોતી હશે.

Tags:

Leave Comments