USAમાં પટેલ પરિવાર સાથે બનેલી કરૂણાંતિકા મુદ્દે મોટો ખુલાસો, જુઓ આ અહેવાલ

June 25, 2020 1310

Description

અમેરિકાના ન્યુજર્સીમાં પોતાના ઘરનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મૂળ ગુજરાતી એવાં કામરેજના મોરથાણાના પટેલ પરિવારનાં 3 સભ્યોનાં મોત નિપજ્યા છે. જો કે, આ તમામ મોત શંકાસ્પદ હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં ઘરના સ્વિવિંગ પૂલમાં ગુજરાતી વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસે એવું તારણ કાઢ્યું હતું કે સ્વિમિંગ સારૂં ન આવડતું હોવાને કારણે ત્રણેય મોત નિપજ્યા હશે. પરંતુ આજે આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે.

અમેરિકાના ન્યુજર્સીમાં પોતાના ઘરનાં સ્વિમિંગ પુલમાં કામરેજના મોરથાણાના પટેલ પરિવારનાં સાથે મોટી કરૂણાંતિકા સર્જાઈ છે, તેમાં મોટો ખુલાસો થયો છે. પોતાના ઘરનાં સ્વિમિંગ પુલમાં 8 વર્ષની દીકરીને બચાવવા જતા માતા અને દાદા પણ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. ન્યૂજર્સીમાં પોતાના જ ઘરમાં આલીશાન સ્વિમિંગ પુલ બનાવેલો હતો. જેમાં પરિવારમાં રહેલી 8 વર્ષની દીકરી તેમાં સ્વીમીંગ કરી રહી હતી. પરંતુ સ્વિમીંગ પુલ 6 ફૂટથી પણ વધારે હોવાથી તે પાણીમાં ડૂબી રહી હતી.

આ ઘટના જોતા બાળકીને બચાવવા જતા તેની માતા અને દાદા દોડી આવ્યા હતા. એક ક્ષણભરનો વિચાર કર્યા વગર તેઓ પણ સ્વિમીંગ પુલના પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ તેઓને પણ તરતા આવડતું નહોતું જેના કારણે 8 વર્ષીય બાળકી સહિત, માતા અને દાદાનું કરૂણ મોત નિપજ્યું હતું. કામરેજના મોરથાણાના પટેલ પરિવાર સાથે અમેરિકાના ન્યૂજર્સીમાં મોટી કરૂણાંતિકા સર્જાતા તેમના વતન સુરતના પરિવારજનોમાં દુ:ખના ડુગરો તૂટી પડ્યા છે.

Leave Comments