સુરતમાં RKT માર્કેટમાં કાપડચોરી મુદ્દે ઢીલી તપાસથી વેપારીઓમાં રોષ

January 11, 2019 1190

Description

સુરતમાં RKT માર્કેટમાં કાપડ ચોરી મામલે વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. વેપારીઓએ માર્કેટ બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. મહત્વનું છે કે આ RKT માર્કેટમાં 4 હજાર જેટલી કાપડની દુકાનો આવેલી છે. જેમાંથી 112 વેપારીઓની દુકાનમાંથી કાપડની ચોરી થઈ હતી. જે મામલે ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

જેમાં ચોકીદારી કરતા 2 કર્મચારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ માર્કેટમાં આવેલી 4 હજાર દુકાનોના વેપારીઓએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો છે.

Leave Comments