સુરત જિલ્લાના ડેમમાં પાણીનું જળસ્તર ઘટ્યું

August 18, 2021 980

Description

ઓછા વરસાદને કારણે સુરત જિલ્લામાં ડેમમાં પાણીના જળસ્તર ઘટી રહ્યાં છે. માંડવી તાલુકામાં આવેલ આમલી ડેમમાં માત્ર 15 ટકા અને લાખી ડેમમાં માત્ર 11 ટકા જ પાણીની આવક નોંધાય છે. આમલી ડેમની હાલની સપાટી 106.70 ટકા છે. લાખી ડેમમાં પણ જળસ્તર ઓછા હોવાના કારણે સિંચાઇના પાણીની સમસ્યા સર્જાઇ છે. ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતો માટે કાકરાપાર- ગોડધા સિંચાઇ યોજના શરૂ કરાઇ છે. જેમાં કાકરાપાર ડેમનું પાણી કેનાલ મારફતે ગોડધા લઈ જવાશે અને એ પાણી ડાંગરના પાકમાં ઉપયોગમાં પણ લેવાશે. તે પ્રમાણે આવનાર સમયમાં કાકરાપાર ડેમનું પાણી લાખી ડેમ સુધી લઈ જવાની યોજના પણ કરવામાં આવનાર છે.

Leave Comments

News Publisher Detail