સુરતના સરથાણા PI દ્રારા જાહેરમાં માર માર્યાનો વિડીયો વાઈરલ

September 11, 2018 2375

Description

સુરતમાં એમ્બ્રોઇડરી યુનિટો બંધ રાખી રસ્તા ઉપર ઉતરેલા કામદારોને પોલીસ દ્વારા માર મરાતો વીડિયો વાયરલ થયો છે.. ખાખીનો ખોફ જાહેરમાં જોવા મળ્યો.. સરથાણા પીઆઇ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો.. રવિવારે સુરત પોલીસે 52 લોકોની ધરપકડ કરી હતી.. કામદારો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યાં હતા.. ત્યારે પોલીસે તેમની પર લાઢી ચાર્જ કર્યો હતો.. શું વિરોધ કરવો એટલો મોટો ગુનો છે કે પોલીસ આ રીતે કામદારો પર તૂટી પડી.. કાયદાની રક્ષા કરવાનો દાવો કરતા પોલીસકર્મીઓની આ કરતુત કેટલે અંશે યોગ્ય કહી શકાય.. ખાખી પહેરીને જાણે કે આ પોલીસકર્મી ભાન જ ભૂલી ગયો છે.. હાલ ખાખીના ખોફના આ વીડિયોએ ખાસ્સી ચર્ચા જન્માવી છે..

Leave Comments