સુરતમાં તંત્રના પાપે જનતા પરેશાન

September 27, 2020 575

Description

સુરતમાં જુના આરટીઓથી અઠવાગેટ તરફ જતો રસ્તો ખુલ્લો ન કરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સુરત પોલીસ અને મનપા રોડ ખુલ્લો કરવા મુદ્દે એકબીજાને ખો આપી રહ્યા છે. આરટીઓ નજીકનો ગેટ બંધ કરી દેતા લોકોને મુશ્કેલી પડી રહી છે.

હોસ્પિટલ જવુ હોય કે નોકરી ધંધાએ. જો શાળા શરૂ થાય તો વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે. આ મુદ્દે સ્થાનિકોએ રજુઆત કરતાં પોલીસ વિભાગ મ્યુનિ તંત્રને ખો આપે અને પાલિકા તંત્ર પોલીસને. પરિણામે સુરતની જનતાએ હાલાકી વેઠવાનો વારો આવે છે.

Leave Comments