સુરતમાં શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરતા લોકોનો હોબાળો

June 10, 2019 1010

Description

સુરતમાં શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરતા હોબાળો થયો હતો. ઉમરપાડાની સરકારી શાળાની ઘટના હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિનીએ શાળાએ જવાની ના પાડતા મામલો સામે આવ્યો હતો.

સ્થાનિકોએ આરોપી શિક્ષક જીતુની પીટાઈ કરી હતી. પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી છે. મોટી સંખ્યામાં લોકોએ સ્કૂલ સમક્ષ હોબાળો મચાવ્યો હતો.

Leave Comments