‘વાયુ’ને લઈને સુરતમાં NDRFના 30 અને SRPના 95 જવાનો ખડેપગે

June 12, 2019 740

Description

વાયુ વાવાઝોડાને લઈને સુરતનું તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યુ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઓલપાડમાં NDRF અને SRPની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં NDRFના 30 અને SRPના 95 જવાનો ખડેપગે છે. તો ડુમ્મસ અને સુંવાલી બીચ પર 3 દિવસ સુધી લોકો માટે પ્રવેશ બંધ કરાયો છે.

જિલ્લા કલેક્ટર દ્રારા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જરૂર જણાય તો લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના અપાઈ છે. ફાયર વિભાગને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તો મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં 30 બેડનો એક અલગ વોર્ડ તૌયાર કરાયો છે. સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં પણ મેડીકલ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Leave Comments