સુરતમાં વ્યાજ ખોરોના ત્રાસથી યુવકનો આપઘાત, 3 મહિનામાં 5 બનાવ

January 15, 2019 2690

Description

સુરતમાં ફરી એક વાર વ્યાજ ખોરોનો આતંક સામે આવ્યો છે. સુરતના નાનપુરામાં વ્યાજખોરોએ યુવાનને ઉપાડી જઈને ઢોર માર માર્યો હતો. જેને કારણે યુવકે વ્યાજખોરોના ડરથી કંટાળી ચાર દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આપઘાત કરનાર યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. યુવક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો યુવકે ઉલ્લેખ કર્યો છે.

ચાર દિવસ પહેલાં યુવકે આપઘાત કર્યો હોવા છતા અઠવાલાઈન પોલીસ દ્વારા આરોપીની ધરપકડ ન કરવામાં આવતા મૃકતના પરિવારજનોમાં રોષ ફેલાયો છે. સાથે જ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો છે. તેમજ આરોપીની ધરપકડ બાદ જ મૃતદેહ સ્વીકારવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

મહત્વનું છે કે છેલ્લા 3 મહિનામાં વ્યાજ ખોરોના ત્રાસથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે દુષ્પ્રેરણાનાં છેલ્લા 1 વર્ષમાં 25 ગુના નોંધાયા છે.

Leave Comments