સુરત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં વધુ એક ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી

October 20, 2019 1025

Description

સુરત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં વધુ એક ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓના આઈકાર્ડ માટે ચાલુ વર્ષે 50 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હોવા છતાં શત્ર શરૂ થયાને 5 મહિના વિતવા છતાં હજુ સુધી બાળકોને આઈકાર્ડ નથી આપવામાં આવ્યા.

મહત્વનું છે કે સુરતની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 329 શાળાઓ કાર્યરત છે. જેમાં 1 લાખ 60 હજાર બાળકો અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની ઓળખ સમાન આઈકાર્ડ માટે રૂ. 50 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું.

પરંતુ .નગરપ્રાથમિક શાળા આ આઈકાર્ડને લઈને ગંભીર ન હોય તેવું લાગી રહ્યું છે. સત્ર શરૂ થયાને 5 મહિનાનો સમય વિતવા છતાં હજુ સુધી આઈકાર્ડ ન આપી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે.

Leave Comments