સુરત ગણપતિ બાપ્પાની નીકળી શાહી સવારી

September 12, 2018 3080

Description

સુરતમાં ભગવાન ગણેશની શાહી સવારી નિકળી… વિઘ્નહર્તા દેવ ગણપતિદાદાનો મહોત્સવ ગુરૂવારથી શરૂ થશે. ગુરૂવારથી ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસનો પ્રારંભ થશે. કેટલાક ભક્તોએ આજે જ ગણપતિદાદાને બિરાજમાન કર્યા છે. સુરતના નાનેવાડી વિસ્તારમાં બાપ્પાને આવકારવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. બાપ્પાની સવારીનો આપ આકાશી નજારો જોઈ રહ્યા છો. ગણેશભકતો દાદાના વિશાળ પંડાલ અને શામિયાણા ઉભા કરવામાં અને ગૌરીપુત્ર ગણેશજીની મૂર્તિઓ ખરીદવામાં વ્યસ્ત બન્યા છે. દસ દિવસ ચાલતા ગણેશ મહોત્સવ બાદ અનંત ચતુર્દશીએ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.

Leave Comments