સુરત : ટિકટોક પર વીડિયો બનાવતી વખતે કરડ્યું શ્વાન

June 25, 2020 350

Description

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થાય છે. આ વીડિયોમાંથી ઘણા અદ્ધુત હોય છે તો ઘણા રમુજી. ચાઇનીઝ એપ ટિકટોક પર આવા વીડિયોની ભરમાર હોય છે. ત્યારે આવો જે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે જોઇને એક બાજુ તમને હસવું પણ આવશે અને બીજી તરફ તમે એમ પણ કહેશો કે આ છોકરી બચી ગઇ.

સોશિયલ મીડિયા પર આ વીડિયોમાં સુરતના અડાજણની પ્રિયા ગોલાની નામની યુવતી જરા જરા કિસમી-કિસમી સોન્ગ પર ડાન્સ કરતી હોય છે. તો અચાનક પાછળથી કૂતરુ આવે છે અને તેને બચકું ભરી છે, હાલ આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પ્રિયા ડાન્સ કરી રહી હતી ત્યારે શ્વાન કરડ્યૂ હતું જેવા કારણે પ્રિયાને ઇજા પણ થઇ હતી. અને ઇજા થયા બાદ પ્રિયાએ ઘરે જ ઘરેલુ સારવાર કરી હતી.

Leave Comments